પંચમહાલ જિલ્લાના શહેરા સ્થિત કેશવ ગ્રાઉન્ડ ખાતે આગામી સ્વતંત્રતા દીવસની જીલ્લા કક્ષાની ઉજવણી થવાની છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શહેરા સ્થિત કેશવ ગ્રાઉન્ડ ખાતે આગામી સ્વતંત્રતા દીવસની જીલ્લા કક્ષાની ઉજવણી થવાની છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડોમ બનાવવા સહિત અન્ય કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જીલ્લા કલેકટરે શહેરા ખાતે આવી ચાલી રહેલી  કામગીરીનુ નિરીક્ષણ કરી અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન કોઈ કચાસ ન રહી જાય તે માટેના સુચનો કર્યા હતા.

શહેરા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજયકક્ષાના મંત્રી બચૂભાઇ ખાબડ ઉપસ્થિત રહેનાર છે.  જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે, ત્યારે ડી.વાય.એસ.પી. રમેશ દેસાઇ  સહિત મામલતદાર મેહુલ ભરવાડ, પ્રાન્ત અધિકારી ડી.એમ.દેસાઇ, પી.આઈ. એન.એમ.પ્રજાપતિ,નગરપાલિકા શહેરાના અધીકારીઓ કાર્યક્રમની તૈયારીઓના નિરીક્ષણ અર્થે હાજર રહ્યા હતા.

LEAVE A REPLY