પેટ્રોલ ભાવ વધ્યા તો ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે થયો ઘટાડો

New Update
પેટ્રોલ ભાવ વધ્યા તો ડીઝલના ભાવમાં  પ્રતિ લિટરે થયો ઘટાડો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પંદર દિવસમાં પુનઃ એકવાર ફેરફાર થયો છે અને આ વખતે ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધાર્યા છે જયારે ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.

મધ્યરાત્રિ થી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 58 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જયારે ડીઝલના ભાવમાં 31 પૈસા નો ઘટડો થયો છે, દર પંદર દિવસે ભારતમાં ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલિયમ પ્રોડક્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે, અને આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા તરફ મહત્વના પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવોમાં વધઘટ થતા મોંઘવારીનો ગ્રાફ પણ અનબેલેન્સ થતો હોવાનું જાણકારો પાસેથી જાણવા મળ્યુ છે.