/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/16184502/00-1.jpg)
બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 130 રને હરાવી ભારત સતત છઠ્ઠી ટેસ્ટ જીત્યું છે. બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 150 રનમાં ઓલઆઉટ થયું હતું.તેના જવાબમાં ભારતે 6 વિકેટે 493 રને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બાંગ્લાદેશ બીજા દાવમાં 213 રનમાં ઓલઆઉટ થયું હતું. આ સાથે ભારતે બે ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતની આ સતત છઠ્ઠી જીત છે.
તે છેલ્લે
ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બર 2018માં પર્થ ખાતે હાર્યું હતું. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની 6માંથી 6 મેચ જીતીને 300 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાને છે.
ભારતે સતત ત્રીજી ટેસ્ટ એક ઇનિંગ્સથી જીતી છે. આ પહેલાની બંને ટેસ્ટમાં સાઉથ
આફ્રિકાને રાંચી ખાતે એક ઇનિંગ્સ અને 202 રને અને પુણે ખાતે એક ઇનિંગ્સ અને 137 રને હરાવ્યું હતું. ભારતે ત્રીજી વાર એક ઇનિંગ્સથી જીતની હેટ્રિક લગાવી છે.
અગાઉ 1992 અને 1993માં પણ ટીમે આ સિદ્ધિ મેળવી હતી.
ભારતની ટીમના મયંક
અગ્રવાલે 243 રનની ઇનિંગ્સ
રમતા કરિયરની આઠમી ટેસ્ટમાં બીજી બેવડી સદી મારી હતી. તેના સિવાય અજિંક્ય રહાણેએ 86,
ચેતેશ્વર પુજારાએ 54 અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 60 રન કર્યા હતા. બાંગ્લાદેશ માટે અબુ જાયેદે
સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
ભારત માટે બંને ઇનિંગ્સમાં મોહમ્મદ શમીએ 7, રવિચંદ્રન અશ્વિને 5, ઉમેશ યાદવે 4 અને ઇશાંત શર્માએ 3 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે મુશફિકર રહીમે 43-64
અને લિટન દાસે 21-35 રનની ઇનિંગ્સ રમી હતી.