New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/2016_4image_08_45_041728837dilipkumar-ll.jpg)
મુંબઇની લીલાવતી હોસ્પીટલમાં એડમિટ
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારની તબિયેત લથડી છે. જેમને સારવાર માટે મુંબઇની લીલાવતી હોસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં ઇન્ફેક્શનના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. જો કે લીલાવતી હોસ્પીટલના ડોક્ટરોએ જણાવ્યું છે કે, હવે કોઇ ચિંતાની વાત નથી.
95 વર્ષીય અભિનેતાના ટ્વીટર એકાઉન્ટ પરથી તેમના ખરાબ સ્વાસ્થ્યની જાણકારી તેના મિત્રએ આપી છે. જેમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, તેમની તબિયતમાં હવે સુધારો છે. આ પહેલા પણ તેમને ખરાબ તબિયેતના કારણે હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા