ભરૂચઃ પાલિકામાં લોકોનું હલ્લાબોલ, સમસ્યાનું સમાધાન નહીં તો કચેરીને તાળાબંધી

New Update
ભરૂચઃ પાલિકામાં લોકોનું હલ્લાબોલ, સમસ્યાનું સમાધાન નહીં તો કચેરીને તાળાબંધી

નેશનલ પાર્ક નજીક બે દિવસ પૂર્વે દિવાલધસી પડતાં યુવાન દબાયો હતો, જે હાલમાં સારવાર હેઠળ

હજુ તો સીઝનના પ્રથમ વરસાદની શરૂઆત થઇ છે ત્યાં તો ભરૂચ પાલિકા વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાઓને દૂર કરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે બાયપાસ ચોકડી નજીક ના વિસ્તાર માં આવેલ નેશનલ પાર્ક સોસાયટીના રહીશોએ આજરોજ પાલિકા કચેરી ખાતે દોડી આવી ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે પ્રમુખ અને ચીફ ઓફિસરનો ઘેરાવો કરી ઉગ્ર રજુઆત કરી હતી.

નેશનલ પાર્ક સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમય થી તેઓની સોસાયટીમાં રોડ રસ્તા સહિત ની સમસ્યાઓને કારણે પડતી હલાકીઓ મામલે પાલિકા માં અવાર નવાર રજુઆત કરી હતી. પરંતુ આજ દિન સુધી તેઓની સમસ્યાઓ અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી. જેના કારણે ગત રોજ એક યુવાન ખરાબ માર્ગના કારણે રસ્તાની સાઈડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. જેના ઉપર સ્લેબ ધરાસાયી થતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે હાલમાં ગંભીર અવસ્થામાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

નેશનલ પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેઓની રજુઆત કરી હતી. તેઓની સોસાયટીમાં પડતી તકલીફો મામલે નિંદ્રામાં રહેલું તંત્ર જાગે નહિં તો દિન ત્રણ બાદ પાલિકા કચેરીને તાળા બંધી તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Latest Stories