ભરૂચઃ સિતપોણ ગામે વિદ્યાર્થીઓએ એસ.ટી. બસને રોકી નોંધાવ્યો વિરોધ

New Update
ભરૂચઃ સિતપોણ ગામે વિદ્યાર્થીઓએ એસ.ટી. બસને રોકી નોંધાવ્યો વિરોધ

અનિયમિત આવતી બસના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા

ભરૂચના સિતપોણ ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. બસને રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. એસ.ટી. બસોની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓમાં ભભૂકી સહેલો રોષ જાણ આજે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. જેથી વિફરેલા વિદ્યાર્થીઓએ આજે બસ રોકીને વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના સિતપોણ ગામ ખાતે આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા બસને રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સિતપોણ ગામે તરફ બસો અનિયમિત આવે છે. જેના કારણે અનેક મુસાફરો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. બસોની અનિયમિતતાને પગલે વિદ્યાર્થીઓનાં અભ્યાસ ઉપર અસર વર્તાય રહી છે.

વિદ્યાર્થીઓએ એસ.ટી.તંત્રમાં નિયમિત બસો દોડાવવા માટે અવાર નવાર રજુઆત કરી હતી. છતાં વિદ્યાર્થીઓ અને મુસાફરોની સમસ્યાઓનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આખરે વિદ્યાર્થીઓએ સમગ્ર મામલાને લઇ કંટાળી જઇ બસને રોકી વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓની માંગ છે કે વહેલી તકે તેઓની આ સમસ્યા ઉપર એસ.ટી વિભાગનું તંત્ર ધ્યાન આપી બસોની સંખ્યામાં વધારો કરે. તેમજ નિયમિત સમય પર બસો પહોંચાડે નહીં તો આગામી સમય માં જલ આંદોલન કરીશું તેવી ચિમકી ઉચ્ચારી છે.

Latest Stories