દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‍૧૫૦ મી જન્મજયંતિ પ્રસંગે ભાજપા દ્વારા આયોજિત ગાંધી સંકલ્પ યાત્રાનું ભરૂચના પાલેજ તેમજ કિશનાડ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના મુલ્યોને અપણે જીવનમાં ઉતારી તેઓની વિચારધારાને અપનાવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારતના સુત્રને સાર્થક બનાવી દેશને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ માટે આહવાન કર્યુ હતું.

ત્યારબાદ ગાંધી સંકલ્પ યાત્રાના મુખ્ય વક્તા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું.કે મહાત્મા ગાંધીજીએ જે રીતે અંગ્રજોની ગુલામીમાંથી મુક્ત કરી દેશને સ્વતંત્રતા અપાવી એ દેશને આપણે સ્વચ્છ રાખી તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવી દેશને સ્વચ્છ બનાવવા આહવાન કર્યુ હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના જે વિચારો છે ગરીબલક્ષી જે વિચારો છે. તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છેવાડાના વ્યક્તિનો વિકાસ થાય એ માટે સરકારની ઘણી બધી યોજનાઓ અમલમાં મુકી છે. તેનો દરેકને લાભ મળે એ માટે સતત પ્રયત્નશીલ છે.

ગાંધીજીના સારા વિચારો લોકો અમલમાં મુકે એ હેતુસર સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પાલેજ ભાજપાના સલીમ વકિલ, રોહિત ગેસવાલા, જયેશ કાઠિયાવાડી, ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ નવીન પટેલ,  કિશનાડના સરપંચ કૃણાલ પટેલ તેમજ પાલેજ તેમજ કિશનાડ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here