Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં ૧ ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરાશે

ભરૂચ જિલ્લામાં ૧ ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરાશે
X

જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપદે મળેલી બેઠક

સમગ્ર ગુજરાતમાં તા.૦૧ લી ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરાશે અને ડીઝીટલ સ્ટેમ્પીંગનો અમલ કરાશે તે સંદર્ભે ઈ-સ્ટેમ્પીંગ લાઈસન્સ મેળવવા પ્રોત્સાહન તેમજ સુચનો બાબતે ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપદે જિલ્લાના સબ રજીસ્ટ્રારો, બેંક અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓની એક બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.

બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે, તા.૧ લી ઓક્ટોબર - ૨૦૧૯ થી સમગ્ર ગુજરાતમાં નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ થવાનો છે ત્યારે ઓનલાઈન ડીઝીટલ સ્ટેમ્પની સુવિધા ભરૂચ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ઉપરાંત નિયત સહકારી બેંકો, નિયત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ પરવાનેદાર સ્ટેમ્પ વેંન્ડર પાસે આ સુવિધા ઉપલબ્ધ કરાશે. જેની જિલ્લાના સંબંધિત તમામ અધિકારીઓ સહિત જિલ્લાવાસીઓએ જાહેર નોંધ લેવાની પણ તેમણે હિમાયત કરી હતી. તેમણે ભરૂચ જિલ્લામાં ઈ-સ્ટેમ્પીંગ સેન્ટરો તથા ફ્રેંકીંગ સેન્ટરો જુદી-જુદી જગ્યાએ કાર્યરત થશે તે અંગેની પણ માહિતી મેળવી નાગરિકોને કોઈ પણ તકલીફ ન પડે તે જોવાની સબંધિત અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, જિલ્લાના તમામ તાલુકાના સબ રજીસ્ટ્રારો, બેંક અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story