ભરૂચ : નકલી પોલીસ બની એન્જીનીયરને લુંટી લેનારા બે આરોપી ઝબ્બે

New Update
ભરૂચ : નકલી પોલીસ બની એન્જીનીયરને લુંટી લેનારા બે આરોપી ઝબ્બે

ભરૂચ શહેરમાં હવે અસલી પોલીસની સાથે નકલી પોલીસ પણ ફરી રહી છે. દહેજની એક કંપનીમાં ફરજ બજાવતાં એન્જીનીયરને નકલી પોલીસનો અનુભવ થયો છે. અમે તમને જણાવી રહયાં છે આખા કિસ્સા વિશે

દહેજની એક કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં કુમાર એમ મુરગેસનનાઓ વાહનની રાહ જોઇ એબીસી ચોકડી પાસે ઉભાં હતાં. તે દરમિયાન ખાખી રંગનું પેન્ટ પહેરીને આવેલાં એક બાઇક સવારે તેમને મઢુલી સર્કલ સુધી લીફટ આપી હતી.  બાઇક સવાર યુવાને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવાનને મઢુલી સર્કલ ખાતે ઉતારવાના બદલે નંદેલાવ ગામ તરફ જવાના રોડ પર લઇ ગયો હતો. આ સમયે તેનો સાગરિત રીકશા લઇને આવી પહોંચ્યો હતો. એન્જીનીયરને રીકશામાં બેસાડીને તેઓ બેંકોના એટીએમ પર લઇ ગયાં હતાં અને તેનું એટીએમ લઇને નાણા ઉપાડી લીધાં હતાં. આ ઉપરાંત અન્ય એપ્લીકેશનના પાસવર્ડ મેળવી નાણા તફડાવી લીધાં હતાં. આરોપીઓએ કુલ 15 હજાર રોકડા, ચાંદીની વીટી તેમજ ઘડીયાળની લુંટ ચલાવી હતી. બનાવ સંદર્ભમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય હતી. આ ગુનામાં પોલીસે આઇપી એડ્રેસના આધારે વેજલપુરમાં રહેતાં સન્ની મિસ્ત્રી અને શેખ મહંમદ અફઝલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories