Top
Connect Gujarat

ભરૂચ નગરપાલિકાના સત્તાધારી લોકો દ્વારા જ વિશ્વ પર્યાવરણ દિનના ઉડાવાયા ધજાગરા, જાણો કેમ ?

ભરૂચ નગરપાલિકાના સત્તાધારી લોકો દ્વારા જ વિશ્વ પર્યાવરણ દિનના ઉડાવાયા ધજાગરા, જાણો કેમ ?
X

આરંભે સુરી એવી ભરૂચ નગર પાલિકા પર્યાવરણની ગુલબાંગો હાંકતા હાંકતા ક્યાંક તેના જતનમાં પાંગળી સાબીત થઈ રહી હોય તેવી ઘટના પર્યાવરણ દિનની ઉજવણીના દિવસે જ સામે આવતા પર્યાવરણ પ્રેમી સહિત મા નર્મદા પ્રેમીઓની આસ્થા ઘવાઇ છે.

વાત જાણે એમ છે કે, ભરૂચ નગર પાલિકા સહિત વિવિધ સંસ્થાઓ,વનખાતા સહિતના સંસ્થાનોએ આજે વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી પર્યાવરણનું જતન કરીશુંની પ્રતિજ્ઞા તો લીધી. કદાચ એને સાર્થક કરવા ફોટોસેશન કરી પ્રયત્નો પણ કર્યા.પરંતુ આજના દિવસે જ સમગ્ર ભરૂચ શહેરનું દુષિત પાણી પાલિકા તંત્ર દ્વારા જ નર્મદા નદીમાં ઠલવાતું હોવાની ઘટના સામે આવતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા સાથે પાલિકા સહિતના સત્તાધિશો દ્વારા જ વિશ્વ પર્યાવરણના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

ભરૂચના અતિ પવિત્ર ગણાતા દશાશ્વમેઘ ઘાટ ઉપર પાલિકા દ્વારા સમગ્ર શહેરનું દુષિત પાણી છોડવાના કારણે આ વિસ્તારમાં પ્રદુષણ ફેલાવા સાથે પર્યાવરણ પણ જોખમાયેલ નજરે પડ્યું હતું.આ અંગે વિપક્ષ ના કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાલાએ પોતાની નારાજગી વ્યકત કરતા જણાવ્યું કે, ભરૂચ નગર પાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી જે કયા મોંઢે તેઓ આ ઉજવણી કરે છે?એક તરફ મા નર્મદાને પુન: જીવંત બનાવવા નર્મદા પ્રેમીઓએ કમર કસી છે ત્યારે હું આ કહેવાતા પ્રર્યાવરણના રખેવાળ એવી પાલિકાના સત્તાધિશોને આહવાહન કરૂં છું કે આવો આ ભરૂચના અતિ પવિત્ર એવા દશાશ્વમેઘ ઘાટ ઉપર આવી પર્યાવરણ દિવસની ઉજવણી કરો.તેમના દ્વારા સમગ્ર ભરૂચમાં ગટર લાઇનો નાંખવાની કામગીરી કરાય છે પરંતુ તે તમામ દુષિત પાણી નર્મદામાં છોડાતા નર્મદાની હાલત દયનીય બનવા સાથે પર્યાવરણ અને લોકો માટે પણ જોખમી પુરવાર થાય તેમ લાગી રહ્યું છે.આજે લોકોને મા નર્મદામાં સ્નાન માટે પણ આવવું હોય તો હાથ કે રૂમાલ વડે મોઢું ઢાંકી આવવાનો વારો આવ્યો છે.માટે કયા મોઢે તેઓ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે છે તે મને સમજાતું નથી.

નર્મદામાં દુષિત પાણી છોડવા મુદ્દે રાષ્ટ્રીય કિશાન વિકાસ સંધ અને પોલ્યુશન કંન્ટ્રોલ એસોસિયેશનના અધ્યક્ષ અરૂણસિંહ રાણાએ જણાવ્યું કે, ભરૂચના દશાશ્વમેઘ ઘાટે જે ગંદકીનું સામ્રાજય છે જે ભરૂચ નગરપાલીકા ને આભારી છે.આવા બેદરકારી દાખવનાર સરકારી અધિકારીઓ સામે પણ એફ.આઇ.આર થઈ શકે છે જે નર્મદા બચાવો અભીયાન સાથે કરવાની જરૂર છે.

તો સમગ્ર મામલે ભરૂચ પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ સ્વીકાર્યું કે, પાલિકા દ્વારા જ દુષિત પાણી નર્મદા ઠાવવામાં આવે છે,કારણ કે સમગ્ર ભરૂચ શહેરમાં ગટર લાઇનો નાંખવાની કામગીરી પુરજોશમાં ચાલે છે. ૭૦ થી ૮૦% કામગીરિ પુર્ણ થઈ છે. નજીકના સમયમાં પંપીંગ સ્ટેશનો પણ બની ગયા છે એકાદ એસ.ટી.પીનું કામ પણ શરૂ થયું છે.જે કાર્યાંવીત થયે ફિલ્ટર કરી પાણી નર્મદામાં છોડાશેનું અને થોડા સયમાં જ આ સમસ્યાનું નિરાકરણ આવી જશે કહી પર્યાવરણની જાળવણી કરવી એ દરેકની સમાજ ફરજ છે ની સુફિયાણી સલાહ પણ સૌને આપી હતી.

Next Story
Share it