ભરૂચ : પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે નગરપાલિકા દ્વારા બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની અનોખી ભેટ…

આવતીકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે.

New Update
  • રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે અનોખુ આયોજન

  • નગરપાલિકા દ્વારા મહિલાઓને આપવામાં આવી ભેટ

  • સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી

  • રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમ્યાન મફત મુસાફરીની ભેટ

  • બહેનોને નિઃશુલ્ક સેવાનો લાભ લેવા પાલિકાની અપીલ

આવતીકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે.

ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા શરૂ થતાં લોકોને અવર-જવર કરવામાં ખૂબ અનુકૂળતા પડી રહી છે. ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છેત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો માટે અનોખી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમ્યાન ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. બહેનોને ભાઈના ઘર સુધી પહોચવાનો મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ આ અભિગમ અપનાવ્યો છે. તેવામાં પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Latest Stories