/connect-gujarat/media/media_files/2025/08/08/chainsss-2025-08-08-17-48-29.jpg)
અંકલેશ્વર શહેરના કેશવ પાર્કમાં રહેતી મહિલા ત્રણ વર્ષીય પુત્રી સાથે મંદિર જતી હતી,તે અરસામાં ધોળે દિવસે અજાણ્યો ઈસમ તેમના ગળામાંથી રૂપિયા 1.25 લાખના કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થઇ ગયો હતો.જોકે ભરૂચ એલસીબીએ ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતી મેઘા હિતેશભાઈ સાવળે નજીકમાં આવેલ ગંગા જમના સોસાયટીમાં પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા.તે દરમિયાન એક બાઈક પર અજાણ્યો ઈસમ ધસી આવ્યો હતો,અને મેઘાબેનના ગળામાં પહેરેલું રૂપિયા 1.25 લાખના કિંમતનું મંગળસૂત્ર આંચકીને ગઠિયો ફરાર થઇ ગયો હતો,ઘટના અંગે મેઘાબેન દ્વારા અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી,પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
આ અંગે ભરૂચ એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી,અને ચેઈન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી સંદીપ વાલજીભાઈ ભાનુશાલીને ઝડપી પાડ્યો હતો. અને સોનાનું મંગલસૂત્ર તથા સ્નેચીંગ કરવામાં વાપરેલ બાઇક કબ્જે કરી ગણતરીના કલાકોમાં ચેઇન સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.અને શહેર A ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.