/connect-gujarat/media/media_files/2025/08/08/screenshot-123-2025-08-08-17-35-09.png)
ભરૂચ જિલ્લાન વાલિયા ખાતે યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
છેલ્લા 8 વર્ષથી યુથ પાવર વાલિયાના આગેવાન રજની વસાવા અને આદિવાસી સમાજના આગેવાન રાજુ વસાવા સહિતના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની નવ ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ચાલુ વર્ષે રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી આજરોજ યુથ પાવર વાલિયાના આગેવાન રજની વસાવા અને આદિવાસી સમાજના આગેવાન રાજુ વસાવા,વિનય વસાવા,વિજય વસાવા સહિતના આગેવાનોએ ગામના ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અને ત્યાંથી વાજતે ગાજતે આદિવાસી ઓજારો સહિત આદિવાસી વસ્ત્ર પરિધાન કરી યુવાનો,વડીલો અને આગેવાનો દ્વારા યાત્રા યોજવામાં આવી હતી. બિરસા મુંડા ચોકડીથી એસ.બી.આઈ. બેંકથી ડેપો સુધી નાચગાન સાથે યાત્રા મુખ્ય બજાર અને ધોબી ફળીયા,મસ્જિદ ફળીયા,કબૂતર ખાના,હનુમાન ફળિયા,મેઇન રોડ થઈને સ્કૂલ પાસે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.