ભરૂચ ના નીલકંઠ નગર માંથી બિન હિસાબી રૂપિયા 18 લાખની રોકડ ઝડપાયી  

New Update
 ભરૂચ ના નીલકંઠ નગર માંથી બિન હિસાબી રૂપિયા 18 લાખની રોકડ ઝડપાયી  

ભરૂચ શહેરના નીલકંઠ નગરના એક મકાન માંથી A ડિવિઝન પોલીસે જુના તેમજ નવા ચલણના દરની રૂપિયા 18 લાખની રોકડ ઝડપી પાડી હતી.

ભરૂચ A ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે શહેરના નીલકંઠ નગરના બંગલો નંબર 102માં છાપો માર્યો હતો.પોલીસની રેડ દરમિયાન રૂપિયા 2000 ના દરની નવી ચલણી નોટ રૂપિયા 14 લાખ તેમજ રદબાતલ રૂપિયા 500 અને 1000ની જુની ચલણી નોટ રૂપિયા 4 લાખ મળી કુલ રૂપિયા 18 લાખ ની રોકડ રકમ મળી આવી હતી.

A ડિવિઝન પોલીસે બિન હિસાબી રૂપિયા 18 લાખ જપ્ત કરીને આ અંગેની વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories