ભરૂચ વિધાનસભા બેઠક પરનાં અપક્ષ ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો

0

ભરૂચ વિધાનસભા બેઠક પર થી નગર સેવક મનહર પરમારે અપક્ષ ઉમેદવારી કરી હતી,પરંતુ તેઓએ પોતાની ઉમેદવારી પરત ખેંચીને ભાજપને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

ભરૂચ નગર પાલિકાનાં વોર્ડ નંબર 8નાં નગર સેવક મનહર પરમારે ભરૂચ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી હતી,જોકે ઉમેદવારી પરત ખેંચવાનાં દિવસે તેઓએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લઈને ભાજપને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

આ અંગે મનહર પરમારે જણાવ્યુ હતુ કે તેઓ ભાજપનાં કાર્યકર્તા છે,પરંતુ થોડુ મન દુઃખ થતા તેઓએ નગર પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરીને વિજય બન્યા હતા,પરંતુ વિકાસનાં પગલે ચાલવા માટે વિધાનસભાની બેઠક પર કરેલી અપક્ષ ઉમેદવારી પરત ખેંચીને ભાજપને ટેકો જાહેર કર્યો હતો.

નગર સેવક મનહર પરમારે ભાજપને ટેકો જાહેર કરતા ધારાસભ્ય અને ભાજપનાં ઉમેદવાર દુષ્યંત પટેલે તેઓનાં સહકારને આવકાર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here