ભરૂચ: વીજ કંપનીની ૪૪૦૦ કેવીની હાઇટેન્સન લાઇન ઉપર ચઢી ગયેલા છ ફૂટના સાપને બચાવાયો
BY Connect Gujarat8 Sep 2019 10:15 AM GMT

X
Connect Gujarat8 Sep 2019 10:15 AM GMT
ભરૂચ શહેરમાં વીજ કંપનીની હાઇ ટેન્શન લાઇન પર ચઢી ગયેલાં સાપને જીવદયા પ્રેમીઓએ બચાવી લીધો છે. ખત્રી વિસ્તારમાં આવેલ દક્ષીણ ગુજરાત વિજકંપનીની ૪૪૦૦ કે.વી.ની વિજ લાઇનના પોલ ઉપર બપોરે અચાનક ૬ ફૂટ જેટલો લાંબોસાપ ચઢી જતા લોકો કુતુહલવશ તેને જોવા એકઠા થયા હતા.
જેની જાણ સ્થાનીકોએ જીવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રીને કરતા તેણે પોતાની ટીમ સાથે ખત્રીવાડ ખાતે આવી મહામહેનતે ૬ ફૂટ જેટલા લાંબા સાપને સહી સલામત નીચે ઉતાર્યો હતો. જીવદયા પ્રેમીના જણાવ્યાનુસાર આ સાપ ધામણ જાતીનો છે અને તેને યોગ્ય જગ્યાએ છોડી દેવામાં આવશે.
Next Story