New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/94cbe758-94f1-4a18-b9aa-2a4f6852cab3.jpg)
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ નિર્મલસિંહ યાદવે અંગત કારણોસર પક્ષ માંથી રાજીનામુ આપી દેતા રાજકીય ક્ષેત્રે ચર્ચાનો દોર શરુ થયો છે.
જાણવા મળ્યા મુજબ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ નિર્મલસિંહ યાદવે કોંગ્રેસ પ્રદેશ કક્ષાએ રાજીનામુ આપ્યુ હતુ. જોકે તેઓએ શા માટે પક્ષ માંથી રાજીનામુ આપ્યું છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ અંગત કારણોસર તેઓએ પક્ષ સાથે છેડો ફાડયો હોવાનું જાણવા મળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં જોડતોડની નીતિ શરુ થઇ છે,તાજેતરમાં જ જંબુસર કોંગ્રેસનાં પૂર્વ ધારસભ્ય કિરણસિંહ મકવાણાએ પણ કોંગ્રેસને રામરામ કહીને ભાજપની કંઠી બાંધી હતી, ત્યારે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખનાં પદ પરથી નિર્મલસિંહ યાદવે રાજીનામુ આપતા શું તેઓ પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ શરૂ થઇ છે.