/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/kwBEEYXn.jpg)
ભરૂચમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ મહાદેવની કાવડયાત્રા નીકળી હતી. કબીરપુરા સ્થીત અશોકા આશ્રમથી હર હર મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા કઢાયેલ કાવડ યાત્રાનું પુષ્પ વર્ષા સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ એક દિવસીય આ કાવડયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો ભાગ લઇ ભરૂચ નર્મદા તટે વિરાજમાન નવનાથ મહાદેવ મંદિરે પહોંચી હર હર માહદેવના નાદ સાથે શિવજી પર જળાભિષેક કર્યો હતો. આ કાવડયાત્રા ભરૂચના વેજલપુર સ્થીત કામનાથ મહાદેવના અભિષેક બાદ પુર્ણ થઈ હતી. કાવડયાત્રીઓએ ભરૂચના નવનાથ મહાદેવ ગંગનાથ, સિદ્ધનાથ, કાશિવિશ્વનાથ, જવલાનાથ, સોમનાથ, પીંગળનાથ, ભીમનાથ, ભૂતનાથ અને કામનાથ મંદિરે જળાભિષેક કર્યો હતો. સત્યયુગમાં ભગવાન પરશુરામે ગૌમુખથી ગંગાસાગરની પ્રથમ કાવડયાત્રા કરીને શિવજીને ગંગાજળનો અભિષેક કરાવ્યો હતો.
કહેવાય છે કે, આ કાવડયાત્રા દરમિયાન દરેક પગલે એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને યાત્રાના અંતે કાવડમાં ભરેલા નર્મદા જળનો અભિષક શિવજીને કરાય છે.ભરૂચ શહેરની રક્ષા કરનાર નવનાથ મહાદેવની કાવડયાત્રા ખુલ્લા પગે અને કાવડ નીચે મૂક્યા વગર કરાય તો જ તેનું ફળ પ્રાપ્ત થાય છે. કાવડયાત્રાના પ્રારંભ પ્રસંગે પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.