Connect Gujarat
Featured

ભાવનગર : આજે 10મી ઓગસ્ટ એટલે "વિશ્વ સિંહ દિવસ", જુઓ રાજહંસ નેચર ક્લબ દ્વારા કેવી રીતે કરાઈ ડિજિટલ ઉજવણી..!

ભાવનગર : આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ, જુઓ રાજહંસ નેચર ક્લબ દ્વારા કેવી રીતે કરાઈ ડિજિટલ ઉજવણી..!
X

તા. 10મી ઓગસ્ટ એટલે "વિશ્વ સિંહ દિવસ". પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. હાલ જ્યારે કોરોનાની મહામારી વચ્ચે ભાવનગર રાજહંસ નેચર ક્લબના સભ્યો દ્વારા લોકોમાં સિંહ અંગે વિશિષ્ટ જાગૃતિના આવે તેના ભાગરૂપે ડિજિટલ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર દુનિયામાં ફ્રેન્ડશિપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે સહિતના વિવિધ દિવસો કોઈ સ્વજન માટે ઉજવવામાં આવે છે. પરંતુ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય તેવો એક માત્ર દિવસ એટલે તા. 10મી ઓગસ્ટના રોજ આવતો "વિશ્વ સિંહ દિવસ". એશીયાનું ગૌરવ અને જૂનાગઢની શાન એશીયાટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરતા દર વર્ષે "વિશ્વ સિંહ દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે. એશિયાટીક લાયન વિશ્વભરમાં એક માત્ર સાસણ અને જૂનાગઢ ખાતે જોવા મળતા હતા. પરંતુ હવે ભાવનગર જિલ્લામાં પણ સિંહની સંખ્યા ખૂબ સારી રીતે વધી રહી છે.

ભારતનું ઘરેણું એવા સિંહને બચાવવા અને તેના વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે ભાવનગર રાજહંસ નેચર ક્લબ તેમજ સાસણ ગીર વન વિભાગના સથવારે 3 વર્ષથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે દર વર્ષે 6થી 7 હજાર જેટલા વિદ્યાર્થીઓને સિંહના મોહરા પહેરાવી રેલી કાઢવામાં આવે છે. સાથે સાથે શેરી નાટકો અને સિંહ અભ્યારણ્યમાં સેવા આપી ચૂકેલા સેવકો દ્વારા પોતાના અભિપ્રાય અને જનજાગૃતિના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી ડિજિટલ રીતે "વિશ્વ સિંહ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જંગલના રાજા સિંહ વિશે જાણકારી આપતી વીડિયો ક્લીપ બનાવી સોશિઅલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. જોકે આ વીડિયોને 3000થી વધુ લોકોએ નિહાળ્યો છે.

Next Story