મગફળીનાં ગોડાઉનમાં આગનો મામલો, કોંગ્રેસના રાજકોટમાં ધરણા

New Update
મગફળીનાં ગોડાઉનમાં આગનો મામલો,  કોંગ્રેસના રાજકોટમાં ધરણા

રાજકોટનાં શાપરમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 4 કરોડ ઉપરાંતની મગફળી બળીને ખાક થઇ ગઇ હતી. ત્યારે આ ઘટનામાં સીઆઇડી ક્રાઇમ સહિત અનેક એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેના પગલે રાજકોટ કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાનો આક્ષેપ છે કે, સીઆઇડીને તપાસ સોંપી સરકાર તપાસના નામે નાટક કરી રહી છે.

કોંગ્રેસ દ્વારા યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસનાં કાર્યકરોએ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સૌરાષ્ટ્રમાં મગફળીના ગોડાઉનમાં આગ મામલે ભાજપને કેટલો મળ્યો ભાગ જેવા પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગ મુદ્દે આગામી વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવશે.

Latest Stories