મધ્યાહન સમાચાર | કનેક્ટ ગુજરાત બુલેટિન | 22/10/2019 | #CGBulletin

ગુજરાતના ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ નજીક આવેલ ઉત્તરસંડાના પાપડ, મઠિયા તથા ચોળાફળી જેવી ખાદ્ય ચીજવસ્તુ માટે દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. દિવાળીના સમયમાં તેની ખૂબ માંગ રહે છે. આ સમયે ગૃહ ઉદ્યોગમાં કામ કરતી અને સંચાલન કરતી અહીંની મહિલાઓ મોટી સંખ્યામાં ખાધ્ય વસ્તુઓને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરે છે. ૨૦ હજારની વસ્તીવાળા ઉત્તરસંડા ગામમાં દિવાળીના સમયે અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. જે દિવાળીના સમયે ૭૦ કરોડથી પણ વધુનો વેપાર કરે છે. પરંતુ આ વર્ષે દિવાળી દરમ્યાન ગૃહઉધ્યોગના બજારમાં મંદીનું વાતાવરણ છવાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.
નવસારી શહેરના જ્યુબિલી ગાર્ડનમાં એક યુવકને યુવતિએ જાહેરમાં માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
દલિત સમાજના સારામાઠા પ્રસંગો પાત ઉપયોગ કરવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી તરીકે 2007મા ખુલ્લુ મુકેલ જૂનાગઢનું આંબેડકર ભવન તંત્રઍ ગોડાઉન બનાવિ દીધુ
ગણતરીના દિવસોમાં જુનાગઢ પોલીસ દ્વારા વંથલી તાબેના સોનારડી ગામે થયેલ ખૂનના નવા આરોપીઓને બનાવ સ્થળેથી દબોચી લીધા અને કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી
બગસરા શહેરમાં હાલ ભારે વરસાદ પછી ચારેકોર મચ્છરજન્ય રોગચાળો ફેલાયેલ હોય જે અન્વયે જિલ્લા આરોગ્ય તેમજ બગસરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા રોગચાળાને કંટ્રોલ થાય તેવા હેતું થી તારીખ 19 થી ૨૦ ઓક્ટોબર બે દિવસ શહેરમાં ૮૨ ટીમો દ્વારા શહેરનું સર્વે કરવામાં આવી રહેલ છે.
જામનગર શહેર તેમજ જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાએ અજગરી ભરડો લીધો છે એવામાં આરોગ્ય તંત્ર પણ ઊંધે માથે થઈ ધંધે લાગ્યું છે
જામનગરમાં રખડતાં ઢોરના ત્રાસના લીધે સમગ્ર શહેરીજનો છેલ્લા ઘણા લાંબા સમયથી પરેશાન છે આ અન્વયે વિપક્ષી નગરસેવક દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ગાઢ નિદ્રામાં સૂતો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે
બગસરા પાસેના ડેરી પીપરીયા ગામે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ફેલાયેલ હોય જે અન્વયે ગ્રામ સભા યોજીને મેડીકલ ઓફિસર ગોંડલીયા દ્વારા લોકોને હાલ પ્રવર્તમાન પરિસ્થિતિને રોકવા માટે શું પગલાં લેવા તથા ઘરમાં મચ્છરની ઉત્પતિ રોકી શકાય તે માટે જરૂરી સૂચનાઓ અને માહિતી આપવામાં આવેલ...
*જેતપુર તાલુકા શાળા નં:૧ માં યોજાઈ રંગોળી સ્પર્ધા.*
બેટી બચાઓ બેટી પઢાઓ' અંતર્ગત વિવિધલક્ષ્મી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા સુંદર આયોજન.
ગાંધીજી નિ 150 મી જન્મ જ્યંતી નિમિતે ગાંધી સંકલ્પ યાત્રા ગોંડલ થી પોરબંદર સુધી નિ યાત્રા જેતપુર ખાતે આવી પહોંચતા બીજેપી દ્વારા યાત્રા નુ સ્વાગત કરવામાં આવ્યુ.