'મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો', ચિઠ્ઠી લખી PSI ગુમ

New Update
'મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો', ચિઠ્ઠી લખી PSI ગુમ

ગાંધીનગરમાં IBમાં ફરજ બજાવતા અધિકારી પરિવારને ચિઠ્ઠી લખીને ગુમ થઈ જતાં શોધખોળ ચાલુ

ગાંધીનગર ખાતે આઈબીની કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઈ ગતરોજ નોકરી પર જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ એક ચિઠ્ઠી લખીને લાપતા બની ગયા છે. ઇન્ટેલિજન્ટ બ્યુરોની ઓફિસમાં ફરજ બજાવતા અને રાંદેસણની શુકન હાઇટ્સ સોસાયટીમાં રહેતા પીએસઆઈ અનિલ જોધભાઈ પરમાર જેઓ વડોદરામાં આપઘાત કરનાર PSI જાડેજાના મિત્ર હોવાનું પણ સામે આવ્યું છે. પરિવારજનો દ્વારા શોધખોળ બાદ કોઈ પત્તો ન લાગતાં આખરે તેમનાં મોટાભાઈએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અનિલના ગુમ થયાની જાણવાજોગ નોંધાવી છે.

અનિલ પરમારનાં ગુમ થયા પછી પરિવારજનોને એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આઈબીના ઉચ્ચ અધિકારીઓ અને કેટલાક કર્મચારીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે લખેલી ચિઠ્ઠીમાં 'આશા હું દુખી હૃદયે તને આ લેટર લખું છું. તું જાણે જ છે, આ લોકો મારી પાછળ પડી ગયા છે. જ્યારથી હું અહીં બદલીથી ગાંધીનગર આવ્યો ત્યારથી આ લોકો મને માનસિક હેરાન કરે છે. મારો વાંક શું ? મેં એવો શું ગુનો કર્યો છે તેથી આવી સજા મને મળે છે. જ્યારથી મને ડિસમિસ કરવાની નોટિસ આપી છે ત્યારથી મારી મનોસ્થિતિ ઠીક નથી. મને મનમાં ઘણા ડરો સતાવે છે. હું શું કરીશ મારી નોકરી નહીં રહે છો. હું સાવ અંદરથી ભાંગી ગયો છું. મારું કોઈ સાંભળનાર નથી. હું કોની પાસે ન્યાય મેળવવા જાઉં. બધાની નજરોમાં હું એક આતંકવાદી હોઉં એવું વર્તન મારી સાથે કરે છે. આ બધાની પાછળ મારા અધિકારીઓ છે. પહેલાં હરિકૃષ્ણ પટેલ સાહેબ મારી પાછળ પડી ગયા હતા.

આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું. મને માફ કરજે ને મારી કાળજાના કટકા જેવી દીકરી માહીનું ધ્યાને રાખજે. હું મારી દીકરીનો પણ ગુનેગાર છું. કેમ કે એવા સમયે તેને છોડી જાઉં છું કે, જ્યારે મારા હાથની જરૂરી છે. દીકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઇશ તો તું આ આઘાત સહન નહી કરી શકે. એટલે મેં જૂનાગઢથી રાજેશભાઇને કામનાં બહાને બોલાવ્યા છે. હું કાંઇ કાયર નથી. પણ આ બધા અધિકારીઓએ એટલો હેરાન કર્યો છે કે હું મારા ઉપરનો કાબૂ ગુમાવી બેઠો છું. હું મારી દીકરીનાં સમ ખાઇને કઉં છું કે મેં ક્યારેય કોઇનું ખોટું નથી કર્યું. બાકી ઉપરનાં બધા આક્ષેપો ખોટા અને ઉપજાવી કાઢેલા છે. જેમ મરનાર ખોટું ના બોલે તેમ હું પણ સાચું કહું છું.

મારા બધા પરિવારજનો મારા બાબતે દુ:ખી ન થતા ધ્યાન રાખજો ને સમર્થ તું ભણવામાં ધ્યાન રાખજે ને મોટો થઇ પોલીસ ખાતા સિવાય ગમે તે નોકરી કરજે. મારા મોટા ભાઇ ભાભી હું તમારો ગુનેગાર છું. મને માફ કરજો. રાજુ મારી ખાતાકીય તપાસની ફાઇલમાં એક ચિઠ્ઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવુ કરજે. ફરી કહું છું હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો ક્યાંકને ક્યાંક ફસાવતા જ જશે. તો હું શું કરૂ ? હું પણ મારા મિત્ર પીએસઆઇ જાડેજાની જેમ નોકરી કરી શકુ તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહીનું ધ્યાન રાખજે અલવિદા…

રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરિકૃષ્ણ પટેલ, આર જે સવાણી, જુલી કોઠિયા અને નીતા દેસાઇ તેમ જ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવિંદ સોલંકી તથા રામ ઓડેદરા આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશિશ કરજે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.