/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/download-4.png)
ગુજરાત રાજયને મળેલા પ્રાકૃતિક અને વૈવિઘ્યસભર વારસાની સાથે મળેલા પૌરાણિક વારસાના ભાગરૂ૫ આજથી અંદાજે સાડા છ કરોડ વર્ષ પહેલા મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામમાં બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનોસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તીત્વમાં હતી તેના અવશેષો મળ્યા હતા. જે ગામે રાજય સરકારના પ્રયત્નોથી અત્રે વિશ્વનો ત્રીજો અને ભારત દેશનો પ્રથમ નંબરનો ડાયનાસોર પાર્ક બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે ૮ જુન- ૨૦૧૯ના રોજ લોકાર્પણ કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જે ડાયનાસોર મ્યુઝિયમને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જાહેર જનતા માટે આ પાર્ક નિહાળવા માટે ટીકીટ દર રૂ.૫૦/- અને બાળકો માટે રૂ.૩૦/- રાખવામાં આવ્યો છે. આ ડાયનાસોર મ્યુઝિયમના કેમ્પસમાં આવનાર પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે ચા-નાસ્તા અને ભોજનની વ્યવસ્થા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર.એલ.એમ.યોજના હેઠળની સ્વસહાય જૂથની બહેનો દ્વારા બનાવવામાં આવેલ રામનાથ ગ્રામ સખી સંઘને સોં૫વાનુ મહીસાગર વહીવટી તંત્ર દ્વારા નકકી કરવામાં આવ્યુ હતું જે મુજબ રૈયોલીના રામનાથ ગ્રામ સખી સંઘને ઉકત કામગીરી સોં૫વામાં આવી છે.
બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામની રામનાથ ગ્રામ સખી સંઘની વિગત જોઇએ તો સખી સંઘમાં કુલ ૬ એસ.એચ.જી નો સમાવેશ થયેલ છે. આ ૬ એસ.એચ.જી ને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા રીવોલ્વીંગ ફંડ રૂ.૬૮૦૦૦/- આપવામાં આવેલ છે જેમાંથી તેઓ આર્થિક ઉત્પાર્જન માટે ૫શુપાલન, કરીયાણાની દુકાન કરી આવકમાં વઘારો કરી રહયા છે. એન.આર.એલ.એમ. યોજના હેઠળ રામનાથ ગ્રામ સખી સંઘને સી.આઈ.એફ ફંડ રૂા.૪,૨૦,૦૦૦/- લાખ ૫ણ આપવામાં આવેલ છે. જેમાંથી રૂ.ર,૦૦,૦૦૦/-લાખ માંથી કેન્ટીન ચાલુ કરવા માટેની સાઘન સામગ્રીમાં કરીયાણાનો સામાન અને ઠંડા પીણા માટે અમૂલ એજન્સી સાથે સંયુકત કરાર કરી અમૂલની પ્રોડકટ અને ડી૫ ફ્રીજની ખરીદી કરવામાં આવેલ છે. રામનાથ ગ્રામ સખી સંઘમાં કુલ ૬૦ સભ્યો છે. જે પૈકી સદર કેન્ટીન ચલાવવા માટે ૧૨ સભ્યોની ૫સંદગી કરવામાં આવેલ છે જેઓને માસિક માનદવેતન નકકી કરવામાં આવ્યું છે.
રામનાથ ગ્રામસખીસંઘ ઘ્વારા ડાયનાસોર મ્યુઝિયમમાં કેન્ટીનની રેગ્યુલર શરૂઆત તા.૧૮/૦૬/ર૦૧૯ થી કરવામાં આવી છે જે આજની સ્થિતિએ તેઓની રોજની ₹ ૩૫૦૦ થી વઘારેની આવક થાય છે. જેમની અત્યાર સુઘીની ૩૯ દિવસની અંદાજીત આવક ₹ ૧.૩૬ લાખની થઈ છે. જેની સામે અત્યાર સુઘીમાં ₹ ૯૫ હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને બાકીની બચત રકમમાંથી કરીયાણું તેમજ કેન્ટીનમાં કામ કરતી બહેનોને માનદવેતન આ૫વાની શરૂઆત કરી છે.
રૈયોલી ગામની રામનાથ ગ્રામ સખી સંઘની મહિલાઓની કાર્યક્ષમતા ઉક્ત કામગીરી ગામડાઓની રૂઢીચુસ્ત સામાજિકતા વાળા લોકો ઉપર આની સીધી અસર થઈ અને પુરુષપ્રધાન કાર્યક્ષેત્રમાં થતા બદલાવ અને મહિલાઓની કાર્યક્ષમતાની પ્રતીતિ થઇ રહેતા આધુનિક જમાનાનો બદલાવ સ્પષ્ટ જણાઈ આવતા વધુ ને વધુ મહિલાઓ અલગ-અલગ કાર્યક્ષેત્રોમાં જોડવા જાગૃત થઈ રહી છે.
આ ગ્રામ સખીસંઘનું ભવિષ્ય આયોજન કામગીરીમાં બહોળા પ્રમાણમાં પ્રગતિ થાય તો બીજી મહિલાઓને પણ પોતાની રીતે આર્થિક સધ્ધરતા થવાની અને જુદા – જુદા કાર્યો કરવાની સમજ આપવાનું આયોજન કરવામાં આવી રહેલ છે. તેમજ ગ્રામ સખીસંઘમાં સમાવિષ્ટ એસ.એચ.જી બહેનોને ફોસીલ પાર્કમાં આવનાર પ્રવાસીઓ માટે અવનવી પ્રોડકટનુ વેચાણ થાય તે માટે પાર્ક કેમ્પસમાં બીજા સ્ટોલ ઉભા કરી વેચાણ સાથે બહેનોની નવીન રોજગારીની તકો ઉભી કરવાનુ આયોજન છે.