ભરૂચ: કોંઢ ગામ નજીકથી મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો,પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામેથી દોડવાડા, સિલુડી ગામ તરફ જવાના રોડ પર આવેલાં એક નાળા નીચે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો.

New Update
Dead

મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

પોલીસે મહિલાના મૃતદેહને જોતાં હત્યારાએ મહિલા પર આડેધડ તિક્ષ્ણ હથિયારના ઘા કર્યાં હોવાનું તેમજ મહિલાનું ગળું કાપી નાંખ્યુ હોવાનું માલુમ પડ્યું હતુ. પોલીસે મૃતક મહિલાના દેહને હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, હજી સુધી મહિલાની ઓળખ થઇ શકી ન હતી. જેના પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ વાલિયા પોલીસે જણાવ્યું હતું કે, મૃતક મહિલા અંગે જે કઈ જાણકારી મળેથી વાલિયા પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવો

Latest Stories