સુરત: રાંદેરમાં આવેલ વાંકલ વિસ્તારના તાપી નદીના ઓવારાનું તાત્કાલિક સમારકામ કરાવવાની માંગ સાથે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખાયો

સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલ વાંકલ સ્ટ્રીટ તાપી નદીના કિનારે જે ઓવારો બનાવવામાં આવ્યો છે તે પાળા યોજનને કારણે ઘણી હાઈટ ઉપર ચઢીને નીચે કિનારો તરફ જવાય છે. આ કિનારો તૂટી ગયો છે

New Update
IMG-20250711-WA0023

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક સમીર વ્યાસ દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે.

સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલ વાંકલ સ્ટ્રીટ તાપી નદીના કિનારે જે ઓવારો બનાવવામાં આવ્યો છે તે પાળા યોજનને કારણે ઘણી હાઈટ ઉપર ચઢીને નીચે કિનારો તરફ જવાય છે. આ કિનારો તૂટી ગયો છે અને તેનું સમારકામ કરવા માટે વારંવાર સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં  એક વર્ષ પૂર્ણ થયું હોય હજુ સુધી રીપેર કરવામાં આવ્યો નથી. જેને કારણે જાનહાની થવાની શક્યતા રહેલી છે.વધુમાં આ ઓવારો પાળા યોજના હેઠળ બન્યો હોવાના કારણે કલેકટર કચેરી મારફત તેનું સમારકામ કરાવવાનું હોય છે જો કે આ અંગે મહાનગરપાલિકા દ્વારા કલેકટર કચેરીને જાણ ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.ભવિષ્યમાં જો કોઈ અકસ્માત થશે અને તેને કારણે  જાનહાની થશે તો રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે આથી તાત્કાલિક ધોરણે આ પ્રશ્નના નિરાકરણની જાગૃત નાગરિક સમીર વ્યાસ દ્વારા માંગ કરવામાં આવી છે.
Latest Stories