/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/1-6.jpg)
અરવલ્લી જિલ્લાના મોડાસાના માઝુમડેમ માં સ્થાનિક લોકોની સતર્કતા થી માઝૂમડેમમાં ડિટોનેટર બ્લાસ્ટ કરી માછીમારી કરી રહેલ ગેંગનો પર્દાફાશ થયો છે. ડિટોનેટર બ્લાસ્ટ કરી માછીમારી કરતા એક વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી લીધો હતો જ્યારે અન્ય ત્રણ શખ્શો નાસી છૂટ્યા હતા. સ્થાનિકોએ ઝડપાયેલ શખ્શને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને સોંપતા મોડાસા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોડાસા શહેરને પીવાના પાણીનો જથ્થો પૂરો પાડતા માઝુમ જળાશયમાં છેલ્લા કેટલાક સમય થી ડિટોનેટર થી બ્લાસ્ટ કરી માછીમારીનો વેપલો ચાલી રહ્યો હતો,જેને લઇને જળશયમાં પાણી દૂષિત બનાવની સાથે સતત બ્લાસ્ટ થતા રહેતા હતાં. પણ આ વખતે ડેમની આજુબાજુમાં રહેતા સ્થાનિકો ધડાકાઓના અવાજના પગલે માઝુમ ડેમમાં પહોંચી એક શખ્શને ડિટોનેટરના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ડિટોનેટરથી બ્લાસ્ટ કરનાર ગેંગના અન્ય ત્રણ શખ્શો સ્થાનિકોને ચકમો આપી નાસી છૂટ્યા હતા.
મોડાસા રૂરલ પોલીસે લાલાભાઇ કોહ્યાભાઇ ડામોરને ઝડપી પાડી જીલેટીન ટોટા નંગ- સહીત ₹ 40 નો જથ્થો જપ્ત કરી ડિટોનેટર બ્લાસ્ટથી માછીમારી કરવામાં સંડોવાયેલા ૧)મોહન રમતું પગી, ૨) હસમુખ વાઘભાઈ ડામોર, ૩)દિનેશ વાલાભાઇ ડામોર (તમામ રહે,ડેરા ડુંગરી,મુલોજ ) વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસે એક્સ્પ્લોઝીવ એક્ટ ૧૮૮૪ ની કલમ-૯બી (૧) બી મુજબ ગુન્હો નોંધી ફરાર ત્રણે શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.