Connect Gujarat
ગુજરાત

મોડાસામાં જજીસ બંગ્લોઝ સામે ડીપીમાં આગ

મોડાસામાં જજીસ બંગ્લોઝ સામે ડીપીમાં આગ
X

અરવલ્લી જિલ્લામાં વીજ તંત્રની લાપરવાહી છેલ્લા બે મહિનાથી થતાં લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે, એવામાં માલપુર રોડ પર ડીપીમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.

સુરત ટ્યુશન ક્લાસમાં જે આગ લાગી હતી, તે આગ લાગવાનું કારણ વીજફોલ્ટ હોવાનું સામે આવ્યું હતું,, જેમાં બાવીસ જેટલા માસુમ બાળકો આગમાં ભડથું થઈ ગયા હતા, ત્યારે અરવલ્લી જિલ્લામાં વીજ તંત્રની લાલિયાવાડી અવાર-નવાર સામે આવી રહી છે. મોડાસાના પોશ વિસ્તાર એવા માલપુર રોડ પર મારૂતિ ફ્લેટ નીચે અને જજીસ બંગ્લોઝની સામે અચાનક ડીપીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગતાં અફરા-તફરી મચી જવા પામી હતી. બ્લાસ્ટનો અવાજ થતાં જ નીચે આવેલી દુકાનના વેપારીઓ દોડી આવ્યા અને રેતી નાખી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાની ટળી હતી. ડીપીમાં અચાનક આગ લાગતા રહીશો અને વેપારીઓમાં ભય વ્યાપી ગયો હતો, અને તુરંત જ જીઈબીમાં જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા. જો કે કેટલાક અધિકારીઓ તો કોઇ સાધન-સામગ્રી લીધા વિના જ આવતા દુકાનદારો પાસે પાના-પક્કડની અંગે પૂછ-પરછ કરતા હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

Next Story
Share it