New Update
અંકલેશ્વરમાં કરવામાં આવશે ઉજવણી
જીઆઇડીસીમાં ઉજવણી કરાશે
જન્માષ્ટમીના પર્વની ઉજવણી
ભવ્ય શોભાયાત્રા યોજાશે
મોટી સંખ્યામાં લોકો જોડાશે
અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 11 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત રથને શણગારવામાં આવી રહ્યો છે.આ યાત્રા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરે છે અને શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા લેશે.આ યાત્રા દરમિયાન 35 થી વધુ સંસ્થાઓ પણ જોડાઈ છે અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની અત્યંત ભાવપૂર્વક ઉજવણી કરે છે.
Latest Stories