કષ્ટભંજન દેવને રાંધણ છઠ્ઠનો વિશેષ શણગાર
1000 કિલો શાકભાજી અને ખાસ વાઘાથી દાદાનો કરાયો શણગાર
સુરણ,રીંગણ,ટામેટા,શકરીયા સહિતની શાકભાજીનો કરાયો શણગાર
વિશેષ શણગારના દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો લ્હાવો
શાકભાજી ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યા
બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રાંધણ છઠ્ઠ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરમાં હનુમાનજી દાદાને 1000 કિલોથી વધુ વિવિધ શાકભાજીનો શણગાર કરાયો છે.
બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રાંધણ છઠ્ઠ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.દાદાને 1000 કિલોથી વધુ વિવિધ શાકભાજીનો શણગાર કરાયો છે. આ શાકભાજીમાં સુરણ, રીંગણ, ટામેટા, શકરીયા, ગુવાર, દુધી, બીટ અને મૂળાનો સમાવેશ કરવામાં આવ્યો છે.શણગાર માટે વપરાયેલા શાકભાજી વડોદરાના પાદરાથી ભક્તોએ મોકલ્યા હતા. દાદાને શાકભાજીની થીમવાળા વિશેષ વાઘા પણ પહેરાવવામાં આવ્યા છે, જે રાજકોટના એક ભક્તે એક અઠવાડિયાની મહેનતથી તૈયાર કર્યા હતા. આ શણગાર કરવામાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.
સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો. શણગારમાં વપરાયેલા શાકભાજીનું ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું.