/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/zxczc.jpg)
માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં ગુજરાતી સાહશસકોની ઊદ્યમશિલતાને બિરદાવી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રવિયા પ્રવાસના ત્રીજા દિવસે વાલ્ડીવોસ્ટોકમાં ડાયમન્ડ કટીંગ ક્ષેત્રે સંકળાયેલા ગુજરાતી ઊદ્યોગ સાહસિકોના યુનિટસની મૂલાકાત લીધી હતી. તેમણે ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે મૂળ સૌરાષ્ટ્રના વિઠ્ઠલભાઇ રામાણીના કે.જી.કે ડાયમન્ડ એન્ડ કટીંગ યુવનટની મૂલાકાત લઇ અદ્યતન મસીનરી વિગેરે નિહાળ્યા હતા.
વિઠ્ઠલભાઇ રામાણીના આ યુનિટમાં અંદાજે પ૦૦ જેટલા ગુજરાતી કારીગરો કાર્યરત છે. તેઓ ૧૮ વર્ષ પૂર્વે વાલ્ડીવોસ્ટોકમાં સ્થાયી થયેલા છે. મુખ્યમંત્રીએ વિઠ્ઠલભાઇ રવિયા રસિયામાં અન્ય યુવા ઊદ્યોગકારો માટે પ્રેરણારૂપ બન્યા છે તેની સરાહના કરી હતી. વિજયભાઇ રૂપાણીએ સુરેશ એન્ડ કંપનીના નવા યુનિટની મૂલાકાત લઇ પૂજાવિધિ કરી હતી. આ ડાયમન્ડ કટીંગ યુનિટમાં પણ રપ૦ થી વધુ ગુજરાતી કારીગરો રોજગારી મેળવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ આ બંન્નેવ ડાયમન્ડ કટીંગ યુનિટના સંચાલકો તથા તેમાં કાર્યરત સૌ ગુજરાતી યુવાનોને માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં પણ ગુજરાતી ઉદ્યમશિલતા ઝળકાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.