/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/pm-modi-and-tajikistan-president-emomalih-rahmon_667371d0-c5b8-11e6-afe5-88e9648d1b9f.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજકીય પક્ષોને મળતા ફંડ અંગે પારદર્શકતા લાવવા ચૂંટણી પંચ ને વિનંતી કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીએ એક રેલીમાં જણાવ્યુ હતુ કે તેઓએ વિરોધ પક્ષના સભ્યોને સંસદના સત્રના અંતમાં રાજકીય પક્ષોને મળતા ફંડ તેમજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાના મુદ્દે ચર્ચા કરવા કહ્યુ હતુ.
આ સાથે તેમને કહ્યુ હતુ કે મે તમામ નેતાઓને વિનંતી કરી હતી કે દેશ આપણા પાસે ઈમાનદારીની અપેક્ષા રાખે છે અને અત્યારે રાજકીય પક્ષો સામે અવિશ્વાસ છે તો એ દૂર કરવાની જવાબદારી આપણી જ છે તેથી લોકો આપણામાં વિશ્વાસ રાખે.
વધુમાં તેમને ઉમેર્યું હતુ કે ફંડના મુદ્દે મારી વિનંતી છતા કોઈ ચર્ચા કરવામાં આવેલ નથી તેથી આ અંગે આગળ પગલા લેવા અને રાજકીય પક્ષો પર દબાણ સર્જવા મેં ચૂંટણી પંચને દરખાસ્ત કરી છે અને અમારી સરકાર દ્વારા રાષ્ટ્રની તરફેણમાં જે નિર્ણય હશે તેને સ્વીકારીને અમલમાં મુકવામાં આવશે.