New Update
/connect-gujarat/media/media_files/2025/07/11/sog-2025-07-11-16-50-04.jpeg)
ભરૂચ પોલીસ દ્વારા ભુતકાળમાં એન.ડી.પી.એસ.ના ગુનાઓમાં જામીન મુક્ત થયેલ અને ફરીથી નશાકારક દ્રવ્યોનુ ખરીદ-વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ PIT NDPS એકટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
નશાકારક દ્રવ્યોના ખરીદ વેચાણ સાથે સંકળાયેલ 3 આરોપીઓની SOGએ કરી ધરપકડ
જે અંતર્ગત એસ.ઓ.જી. ભરૂચની અલગ-અલગ ટીમો બનાવી એન.ડી.પી.એસ.ના ગુનાઓમાં જામીન મુક્ત થયેલ અને ફરીથી નશાકારક દ્રવ્યોનુ ખરીદ-વેચાણ કરતા ઇસમોની માહિતી એકત્રિત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેર "સી" ડીવી. પો.સ્ટે. તથા અંક્લેશ્વર GIDC પો.સ્ટે. વિસ્તારમાં નશાકારક દ્રવ્યોના ખરીદ-વેચાણના ગુનાઓમાં સંડોવાયેલ 3 ઇસમો એન.ડી.પી.એસ.ના ગુનાઓમાં જામીન મુક્ત થઇ ચોરીછુપીથી નશાકારક દ્રવ્યોના ખરીદ-વેચાણની પ્રવૃતિ કરતા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા રહે. એ/૧૦૭ કરિશ્મા કોમ્પલેક્ષ, મહંમદપુરા, ભરૂચ,દિપક હર્દયનારાયણ કાર્તિક મંડલ રહે-૨૯૫, મંગલદિપ સોસાયટી, લક્ષ્મણનગર પાસે, રાજપીપળા રોડ, સારંગપુર તા.અંક્લેશ્વર અને શાહીસ્તા અબ્દુલ મુસા અરબ રહે. ન્યુકસક નવીનગરી ભરૂચની PIT એકટ હેઠળ અટકાયત કરી રાજ્ય અગલ-અલગ જેલોમાં મોકલી આપવામાાં આવ્યા હતા.