Connect Gujarat
ગુજરાત

રાજકોટના આ ગામમા 40 વર્ષથી નથી નોંધાઈ કોઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે કારણ?

રાજકોટના આ ગામમા 40 વર્ષથી નથી નોંધાઈ કોઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે કારણ?
X

રાજકોટ શહેર અને જિલ્લામા ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવો સામાન્ય બની ગયા હોઈ તેવુ લાગી રહ્યુ છે. અવારનવાર રંગીલુ રાજકોટ રક્તરંજીત બની ચુક્યુ હોઈ તેવી ઘટનાઓ પણ સામે આવી છે. જાહેરમા તિક્ષણ હથિયારથી કોઈ વ્યક્તિની હત્યા કરવી તે આમ બાબત બની ચુકી છે. ત્યારે આજે અમે આપને એક એવા ગામની વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યા છેલ્લા 40 વર્ષથી કોઈ ગુન્હો નોંધવામા નથી આવ્યો.

રાજકોટ તાલુકાનુ રાજસમઢીયાળા ગામ ખાસ કરીને ચૂંટણી સમયે ચર્ચાનુ કેન્દ્ર બનતુ હોઈ છે. કારણકે અહિ છેલ્લા ઘણા સમયથી ચૂંટણી યોજાય નથી. છેલ્લા કેટલાંય વર્ષોથી આ ગામમા રાજકિય પક્ષોને પ્રચાર કરવાની મનાઈ ફરમાવવામા આવી છે. તો સાથે જ દર વખતે અહિં ગામને ચૂંટણી સમયે સમરસ જાહેર કરવામા આવે છે. પરંતુ આ ગામની એક ખાસ વાત તે પણ છે કે અહિ છેલ્લા 40 વર્ષથી કોઈ ગુન્હો નથી નોંધાયો. જી, હા આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ હકિકત છે. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા ગામના માજી સરપંચ જયવિરસિંહ જાડેજા એ જણાવ્યુ કે તેમના ગામમા અંદાજે 40 વર્ષ પહેલા લોકઅદાલતની સ્થાપના કરવામા આવી હતી. ગામ જનોના આંતરીક અને પારિવારીક પ્રશ્નોનુ નિરાકરણ લોકોના જ પ્રતિનિધીઓ દ્વારા લાવવામા આવે તે હેતુથી આ લોક અદાલતની સ્થાપના કરવામા આવી છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી ગામમા કોઈ પણ એવા પ્રશ્નો સર્જાયા નથી જેના કારણે લોક અદાલત યોજવી પડી હોઈ.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="109658,109659,109660,109661,109662,109663,109664,109665,109666,109667,109668,109669,109670,109671,109672,109673"]

લોકઅદાલત કમિટીમા 8 જ્ઞાતિના 8 આગેવાનોનો કરાયો છે સમાવેશ

રાજસમઢીયાળામા રહેતા જીતેશ ભાઈ ભટ્ટે લોક અદાલત અંગે જણાવ્યુ કે ગામમા 8 જ્ઞાતીના લોકો મોટા પ્રમાણમા રહે છે. ત્યારે દરેક જ્ઞાતીમાંથી એક એક વ્યક્તિ એમ કુલ મળી 8 વ્યક્તિઓની કમિટી બનાવવામા આવી છે. ગામમા કોઈ પણ ઘરમા પારિવારીક પ્રશ્નો હોઈ કે પછી આડોશ પાડોશ કે અન્ય કોઈ સાથે માથાકુટ થઈ હોઈ ત્યારે પોલીસમા જતા પહેલા ગામની લોકઅદાલત પાસે સમસ્યા લાવવામા આવે છે. જે બાદ તેનુ નિરાકરણ લાવવામા આવે છે. આજે જ્યારે વિભક્ત કુટુંબ પ્રથા અમલી બની છે. ત્યારે જો કોઈ પુત્રો પોતાના માતા પીતાને પોતાની સાથે રાખવા ન માંગતા હોઈ તો પંચાયત તેમની પાસે ભરણપોષણ ના પૈસા ઘરવેરો ભરતા સમયે જ લઈ લે છે. જે બાદ પુત્રોની હાજરીમા જ તેમના માતા પીતાને ભરણપોષણના વાર્ષિક રુપિયા આપી દેવામા આવે છે. જીતેશ ભાઈના જણાવ્યા પ્રમાણે ભુતકાળમા લોકઅદાલતમા ભરણ પોષણના રુપિયા ઠહેરાવ્યા બાદ પુત્રો કોઈ ને કોઈ બહાનુ આગળ ધપાવી માતા પીતાના ભરણપોષણ ના પૈસા આપતા નહોતા. જેથી લોક અદાલતની કમિટીએ ઘરવેરાની સાથે જ ભરણ પોષણના પૈસા લેવાનુ શરુ કર્યુ. જે પૈસા પુત્રોની હાજરીમા જ માતા પીતાને બોલાવી આપવાનુ શરુ કર્યુ. જો કે છેલ્લા 10 વર્ષથી તો આ પ્રકારના વિભક્ત કુટુંબના પ્રશ્નો પણ સામે આવ્યા નથી.

દરેક ગામ બની શકે છે ગુન્હા વગરનુ ગામ

ગ્રામપંચાયત દ્વારા જે નિયમો બનાવવામા આવ્યા છે. તેનાથી ગામની મહિલાઓ પણ સંતુષ્ટ છે. ભુતકાળમા દારુ અને જુગારની બદીઓ ગામમા ઘુસી હતી. પરંતુ લોક અદાલત કમિટીના કારણે તમામ બદીઓ આજે વર્ષોથી ગામમા પ્રવેશી નથી. જેથી અહિની મહિલાઓ પણ પોતાને સુરક્ષિત મહેસુસ કરી રહી છે

Next Story