/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/unnamed-8-2.jpg)
રાજકોટ શહેરમાં હનુમાન મઢી વિસ્તાર પાસેથી રૂ 2000 ની 26 લાખની નકલી નોટો સાથે ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી હતી.
ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે છાપો માર્યો હતો જેમાં બંને શખ્સોને નકલી નોટોના મોટા જથ્થા સાથે ઝડપી લીધા હતા. જેમાં 26 લાખ રૂપિયાની 2000ના ચલણની નોટો તેમજ પ્રિન્ટર પણ કબ્જે કર્યું હતુ.
આ નોટો પ્રિન્ટિંગ મશીનમાં છાપી હોવાનું તેમજ આ નોટોના વ્યવહારનું કનેકશન અમદાવાદ અને કચ્છ સાથે હોવાનું બહાર આવ્યુ હતુ.
ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સોની ધરપકડ કરીને આ અંગેની તલસ્પર્શીય તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે નોટબંધીને હજુ 50 દિવસ પણ પુરા થયા નથી તેમજ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં ઠેર ઠેર નકલી નોટની ફરતી હોવાની ચર્ચાઓએ વેગ પણ પકડયો છે તેમજ લોકોમાં નકલી નોટોથી ભયનો માહોલ સર્જાયો છે.