રાજકોટમાંથી નવી ચલણી નોટો ઝડપાવાનો સિલસિલો યથાવત,24 લાખની રોકડ સાથે 3 શખ્સોની ધરપકડ કરતી પોલીસ

રાજકોટ યુનિવર્સીટી પોલીસ દ્વારા ૨૪ લાખ રૂપિયા સાથે ૩ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.૨૦૦૦, ૫૦૦, તેમજ ૧૦૦ની મોટા પ્રમાણમાં ચલણી નોટો કબ્જે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એક તરફ લોકો રોકડ રૂપિયા માટે જ્યા બેંકો તેમજ એટીએમ પર લાંબી લાઈનોમાં ઉભા રેહતા જોવા મળી રહ્યા છે. રાજકોટ યુનિવર્સીટી પોલીસને બાતમી મળી હતી કે શહેરના રૈયા રોડ પર આવેલ એક દુકાનમાં ત્રણ શખ્સો પાસે મોટા પ્રમાણમાં ચલણી નોટો છે જે બાતમીના આધારે પોલીસ એ દરોડા પાડ્યા હતા.
પોલીસને આ રેડ દરમિયાન દુકાનમાંથી ૨૪ લાખ રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે ૨૦૦૦ના દર ની ૧૦૫૯ નોટ,૫૦૦ ના દર ની ૪૪ તેમજ ૧૦૦ ના દરની ૨૬૦૦ નોટો મળી કુલ ૨૪ લાખ રૂપિયા સાથે ૩ આરોપીને ઝડપી પાડયા છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ રૂપિયા પોતાની પેઢીના હોવાનું જણાવ્યુ હતુ.
હાલ તો પોલીસે ૨૪ લાખની રોકડ જપ્ત કરીને આયકર વિભાગ ને જાણ કરી હતી, હાલ આટલા મોટા પ્રમાણ માં રૂપિયા ક્યાંથી આવ્યા તે દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે.