Connect Gujarat
ગુજરાત

રાજકોટ રેલવે સ્ટેશન પર RPF દ્વારા યોજાઈ મોકડ્રિલ

રાજકોટ રેલવે સ્ટેશન પર RPF દ્વારા યોજાઈ મોકડ્રિલ
X

રાજકોટ રેલેવ સ્ટેશન પર બિનવારસી હાલતમાં એક સૂટકેસ મળી આવતા રેલવે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી, જોકે તપાસના અંતે આ એક મોકડ્રિલ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ.

રાજકોટ રેલવે સ્ટેશન પર બિનવારસી હાલતમાં સૂટકેસ મળી આવતા રેલેવ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, અને આ અંગે રેલવે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

રેલેવ પોલીસ દ્વારા સુટકેસની જરૂરી ચકાસણી કરવામાં આવતા તેમાંથી વિસ્ફોટક આઈડી હોવાનું મળી આવ્યુ હતુ. સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ અને QRTની મદદ લઇ વિસ્ફોટક આઈડી ને ડિફ્યુઝ કરવામાં આવ્યુ હતુ. અંતમાં પોલીસ અધિકારી દ્વારા આ એક મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવતા મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો.

રાજકોટ રેલવે પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા આવે ઉપરાંત કોઈ અનિચ્છીય ઘટના ઘટે તો તાત્કાલિક પરિસ્થિતિને કઈ રીતે કાબુમાં લઇ શકાય તેની મોકડ્રિલ યોજી હતી. 17 મિનિટના ટૂંકા સમયમાં પોલીસ દ્વારા વિસ્ફોટક આઈડીને ડિફ્યુઝ કરતા દિલધડક દ્રશ્યો સર્જાયા હતા.

15 ઓગષ્ટ અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ આઈબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ છે. આઈબીના એલર્ટને પગલે રાજકોટ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું રેલવે પોલીસના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર એસ.પી. વર્માએ જણાવ્યુ હતુ.

Next Story