Connect Gujarat
ગુજરાત

રાજપીપળા : જાણો કોણે ઉઠાવ્યો સરકાર સામે સવાલ, સાંસદ મનસુખ વસાવા કેમ વિફર્યા

રાજપીપળા : જાણો કોણે ઉઠાવ્યો સરકાર સામે સવાલ, સાંસદ મનસુખ વસાવા કેમ વિફર્યા
X

ભરૂચના

સાંસદ મનસુખ વસાવાએ ખુદ તેમની જ પાર્ટીની ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે અને

આ વખતે મુદો છે જમીન સંપાદનનો. જમીન સંપાદન થયા બાદ વળતર અંગે સરકારના ત્રાજવા અલગ

અલગ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભરૂચના

સાંસદ મનસુખ વસાવા સામાન્ય

માણસના પ્રશ્નોને વાચા આપવાનો તેઓનો હર હંમેશ પ્રયાસ રહે છે. એ અલગ બાબત છે કે

તેઓની વાત ક્યારેક ક્યારેક વિવાદ બની જાય છે પરંતુ હાલમાં જ લોકસભાના શૂન્યકાળ

દરમિયાન તેઓએ સરકાર સમક્ષ જમીન સંપાદનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે મોટા ઉદ્યોગો, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને કોરિડોર માટે

જે જમીનો સંપાદન કરવામાં આવી છે તેમાં ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં નથી

આવ્યું અને સસ્તા ભાવે જમીનો સંપાદિત કરી દેવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે

ગુજરાતમાં જમીન સંપાદનના ભાવ અલગ અલગ

છે તે એક જ હોવા જોઈએ. જમીન સંપાદન બાદ નાણાં ખેડૂતોના બેન્કના ખાતામાં નાખવામાં

આવે છે ત્યાર બાદ ઈન્ક્મ ટેક્ષ વિભાગ ખેડૂતોને હેરાન કરે છે જે હેરાનગતિ પણ બંધ

થવી જોઈએ. મનસુખ વસાવાની આ વાત ભલે કેટલાક બાબુઓને કડવી લાગી હોય પરંતુ તેઓની આ

વાત ખેડૂત લક્ષી જ હતી જેમાં કોઈ બેમત નથી

Next Story
Share it