રાજયમાં સરકારી મેડીકલ કોલેજોમાં MBBS ની બેઠકમાં વધારો થશે

New Update
રાજયમાં સરકારી મેડીકલ કોલેજોમાં MBBS ની બેઠકમાં વધારો થશે

૧૭૦ બેઠકો વધારવા માટે કેન્દ્ર સરકારે આપી મંજુરી

રાજયની સરકારી મેડિકલ કોલેજોમાં MBBSની બેઠકોમાં વધારો કરવાની કાર્યવાહી રાજયનાં આરોગ્ય વિભાગ દ્વારા શરૂકરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ વડોદરની સરકારી મેડીકલ કોલેજમાં MBBSની ૧૮૦ બેઠકોમાં ૭૦ નો વધારો તથા સુરતની સરકારી મેડિકલ કોલેજ MBBSની ૧૫૦ બેઠકોમાં ૧૦૦ બેઠકોનો વધારો કરવાનું રાજય સરકારનું આયોજન હતુ. જેમાં કેન્દ્ર સરકારે પણ મંજુરીની મ્હોર મારી દીધી છે અને રાજય સરકાર દ્વારા તે અંગે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.