વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત 

New Update
વડાપ્રધાન મોદી કેદાનરનાથમાં અને સંરક્ષણ મંત્રી  સૈનિકો સાથે દિવાળી બનાવશે

દેશમાં સૌથી પ્રથમ સરકારી તંત્ર સંચાલિત ગાંધી મ્યુઝિયમનું ઉદ્ધાટન કરવામાં આવશે

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાવપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 તારીખના રાજકોટની મુલાકાતે છે ત્યારે વડાપ્રધાનના સ્વાગતને લઈ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ 150મી ગાંધી જ્યંતિની ઉજવણી દેશભરમાં થવા જઈ રહી છે ત્યારે દેશમાં સૌથી પ્રથમ સરકારી તંત્ર સંચાલિત ગાંધી મ્યુઝિયમનું ઉદ્ધાટન કરવામાં આવશે.

PM મોદીના કાર્યક્રમો પર નજર નાંખીએ તો મોહનથી મહાત્મા સુધીની ગાંધીજીની સફરને નિહાળ્યા બાદ PM મોદી શહેરના ચૌધરી મેદાન ખાતે સભા સંબોધશે, PM મોદીની રાજકીય સફર રાજકોટથી થઈ છે PMના કાર્યક્રમની વાત કરવા જઈએ તો PM મોદી સાંજના સમયે રાજકોટ એરપોર્ટ પર આવશે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

ત્યાંથી PM સીધા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતા તે સ્કૂલ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે બનાવેલ મયૂઝમનું ઉદ્ઘાટન કર્યા બાદ PM ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે જશે. ત્યારે રોડ શો કરવામાં આવે તેવી શકયતાઓ છે. જોકે રોડ શો બાદ PM સીધા ચૌધરી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધશે હાલ તો PMના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે તમામ અધિકારી કામે લાગી ગયા છે ત્યારે આજે શહેરના ચૌધરી મેદાન ખાતે રાજકોટ જિલ્લા કલેકટર, મનપા કમીશ્નર, પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા તમામ જગ્યાની સ્થળ મુલાકાત લીધી હતી.