Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ દેવદિવાળીના પર્વે નીકળ્યો ભગવાન નરસિંહજીનો વરઘોડો

વડોદરાઃ દેવદિવાળીના પર્વે નીકળ્યો ભગવાન નરસિંહજીનો વરઘોડો
X

વડોદરામાં દેવદિવાળીના પર્વે હાથી ઘોડા પાલખી જય નરહરી લાલકીના ગગનભેદી

જયઘોષ સાથે નરસિંહજીની પોળમાંથી ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળ્યો હતો. ભવ્યાતિભવ્ય

વરઘોડામાં જાનૈયારૂપી શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. નીજ મંદિરથી

વાજતે-ગાજતે નીકળેલો વરઘોડો માંડવી, ફતેપુરા રોડ થઇ તુલસીવાડી જશે. જ્યાં ભગવાન

નરસિંહજીના માતા તુલસીજી સાથે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્ન થશે.

ભગવાના સાંજે લગ્ન કરવા માટે જાય તે પહેલાં સવારે 9 થી 4 દરમિયાન ચાંલ્લા

વિધી યોજાઇ હતી. ચાંલ્લા વિધીનો લ્હાવો લેવા સાથે ભગવાનના ચરણ સ્પર્શનો લ્હાવો

લેવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારથીજ નીજ મંદિરમાં

શ્રધ્ધાળુઓની અવર-જવર ચાલુ રહી હતી. જેના પગલે નરસિંહજીની પોળનો માહોલ ભક્તમય

વાતાવરણમાં તરબતર રહ્યો હતો.

ભગવાનના વરઘોડાનો સમય જેમ નજીક આવતો હતો. તેમ પોળમાં શ્રદ્ધાળુઓનો જમાવડો

શરૂ થઇ ગયો હતો. પોળમાં આવેલા મકાનોની ગેલેરીઓમાં લોકોએ સ્થાન ગ્રહણ કરી લીધું

હતું. તો એમ.જી. રોડથી તુલસીવાડી સુધીના માર્ગો ઉપર પણ શહેરના ખૂણેખૂણામાંથી

શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. આ સાથે મેયર ડો. જીગીશાબહેન

શેઠ સહિત રાજકીય અગ્રણીઓ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. વરઘોડાના

માર્ગ ઉપર મેળા જેવો માહોલ થઇ ગયો હતો.

સાંજે 5 વાગે નીજ મંદિરમાંથી અલૌકીક આભુષણોમાં સજ્જ થઇ ભગવાન પાલખીમાં

શહનાઇના સૂર, શંખનાદ અને હાથીઘોડા પાલખી જય નરહરી લાલકીના જયઘોષ સાથે ભગવાનનો ભવ્ય

વરઘોડો નીકળ્યો હતો. નીજ મંદિરથી ભગવાનનો વરઘોડો નીકળતા પોળની અટારીઓમાંથી

શ્રધ્ધાળુઓએ પુષ્પવૃષ્ટી કરીને વધામણાં કર્યા હતા. ભગવાની પાલખીની બરાબર પાછળ

મંદિર પરિવારની મહિલાઓ રાણકદીવડા સાથે જોડાઇ હતી. લગ્નગીતો સાથે લગ્ન કરવા માટે

નીકળેલા વરઘોડામાં નાના બાળકો પણ રામ, લક્ષ્મણ, સીતા, શંકર, તો કોઇ બાળકો વિર શહિદ ભગતસિંહ, સુભાષ ચંદ્ર બોઝ, તો કોઇ બાળક ભારત માતા જેવા વિવિધ

વેશભૂષામાં સજ્જ થઇને ભગવાનના વરઘોડામાં જોડાયા હતા. વરઘોડામાં હનુમાનજીના કૂદકાએ

આગવું આકર્ષણ જમાવ્યું હતું.

ભગવાનનો વરઘોડો મુખ્ય માર્ગ ઉપર આવતા જ યુવાનોએ ભારે આતશબાજી કરીને

વરઘોડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સાથે વરઘોડાના માર્ગ ઉપર પણ વિવિધ યુવક

મંડળો અને સંસ્થાઓ દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

· મુસ્લીમ સંગઠનોએ ભવ્ય સ્વાગત કર્યું

માંડવી ખાતે આવેલા સુપ્રસિધ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં ભગવાને પધરામણી

કર્યા બાદ ભગવાનનો વરઘોડો તુલસીવાડી તરફ આગળ ધપ્યો હતો. માંડવીથી તુલસીવાડી સુધીના

માર્ગ ઉપર પણ લોકોએ ભારે આતાશબાજી કરીને ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

યાકુતપુરા ખાતે મુસ્લીમ સંગઠનો દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભગવાનનો વરઘોડો શાંતિપૂર્ણ નીકળે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા લોખંડી પોલીસ

બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Next Story
Share it