New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
આદિવાસી દિવસની કરાય ઉજવણી
બાઈક રેલીનું આયોજન
મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયુ
મોટી સંખ્યામાં યુવાનો રેલીમાં જોડાયા
ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દયાદરા ગામ થી ભરૂચ રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ લિમિટેડ વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દયાદરા ગામથી રેલ્વે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી.ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ રેલીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા કેટલાક યુવાનો પરંપરાગત પોશાક સાથે રેલીમાં જોડતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Latest Stories