ભરૂચ : ઝઘડિયાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ઝઘડિયાના રાજપારડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

  • ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની ઉજવણી

  • રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સાંસદ મનસુખ વસાવા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ

  • કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિત PWD ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું. સાથે જ અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાસંઘપ્રદેશ દમણ ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાઝઘડીયાનેત્રંગ અને વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોકાર્યકરો અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories