વડોદરામાં 60 થી 84 વર્ષના સિનિયર સિટીઝન્સ રમશે ક્રિકેટ મેચ

New Update
વડોદરામાં 60 થી 84 વર્ષના સિનિયર સિટીઝન્સ રમશે ક્રિકેટ મેચ

તારીખ 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

હાલમાં ક્રિકેટની ચાલી રહેલી મોસમાં ગુજરાતમાં પ્રથમ વખત વડોદરાના સિનિયર સીટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી તારીખ 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરાના સિનિયર સીટીઝન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શંકરભાઇ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં ગુજરાતના સુરેન્દ્રનગર, નવસારી, રાજકોટ, જામનગર તેમજ મહારાષ્ટ્રની 2 ટીમો અને વડોદરા સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનની 6 ટીમો મળી કુલ 13 જેટલી ટીમે ભાગ લેનાર છે.

આ ટુર્નામેન્ટ વાઘોડિયા નજીક આર.આર. કેબલના ગ્રાઉન્ડ ખાતે રમાશે. ટીમોના ખેલાડીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રમુખ શંકરભાઇ પટેલે જણાવ્યું હતું કે, સવારે 8થી સાંજે 6 સુધી મેચ રમાશે. વિજેતા ટીમને ટ્રૉફી આપવામાં આવશે. આ ઉપરાંત દરેક મેચમાં બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડિંગ કરનાર ખેલાડીને ટ્રોફિ પણ આપવામાં આવશે. દરેક મેચમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી પણ આપવામાં આવશે.

પ્રમુખે વધુમાં જણાવ્યું હતુ કે, ફાઈનલ મેચમાં મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી આપવામાં આવશે. સિનિયર સિટીઝન ક્રિકેટ મેચમાં 60 થી 84 વર્ષના સિનિયર સિટીઝન ભાઞ લેનાર છે. 2 ડિસેમ્બરના રોજ તબીબો, ચાર્ટડ એકાઉન્ટન્ટ વિગેરેની મેચનું આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories