/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/IMG-20170808-WA0027.jpg)
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બપોરના સમયે ચોક્કસ માહિતીને આધારે બકરાવાડી આઝાદ મેદાન ખાતે રેઇડ કરતા મેદાનમાં જાહેરમાં કુકરીના દાણાથી જુગાર ધમધમતો હતો,જ્યાં પોલીસે રેડ કરતા જુગારિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચે સ્થળ ઉપર આ જુગાર રમાડનાર સંચાલક સહિત કુલ આઠ ઇસમોને ઝડપી લીધા હતા. જેમાં વડોદરા શહેરમાં અવાર નવાર ગુનાઓમાં પકડાયેલ અસ્લમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખનાઓ પણ છે.
પોલીસે આ જુગાર રમતા પકડાયેલ ઇસમો પાસેથી તેમજ સ્થળ ઉપરથી કુલ રોકડ રૂપિયા ૩૯૦૦૦/- તેમજ પાંચ મોબાઇલ ફોન અને બે કુકરી(દાણા) મળી કુલ રૂપિયા ૪૬૫૦૦/- ની સાથે ઝડપી લઈને જુગાર ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડેલ જુગારીયાઓમાં અરૂણ પ્રકાશભાઇ ખારવા રહે. નવાપુરા ખારવાવાડ વડોદરા, અસ્લમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખ રહે. નવાપુરા મહેબુબપુરા ભાથીજીના મંદીર સામે વડોદરા, અમૃતભાઇ ઉર્ફે અમરત રમણભાઇ ચાવડા રહે. ઝવેરીવાસ નં ૨, એલાઇપની સામે બકરાવાડી નવાપુરા વડોદરા, દિનેશ ઉર્ફે દિપુ અશોકભાઇ સેવાણી રહે. ટી-૨૦-૩૦૪ એસ.કે કોલોની કોટ વિસ્તાર વારસીયા વડોદરા, નરેશ ઉર્ફે ભીમ જીવણભાઇ પરમાર રહે. બકરાવાડી ઝવેરીવાસ – ૧ રાજદિપ એપા. સામે વડોદરા, હિતેશકુમાર રજનીકાંત પરમાર રહે. બકરાવાડી, ઝવેરીવાસ – ૧ સાંઇનાથ મંદીર પાસે નવાપુરા વડોદરા, દશરથભાઇ લક્ષ્મણભાઇ પરમાર રહે. બકરાવાડી મદનઝાપા રોડ સોની વાડી સામે નવાપુરા વડોદરા, રાકેશ ઉર્ફે રાણા શશીકાંત સથવારા રહે. વાડી શનિદેવ મંદીરની બાજુમાં કેરોય દિલીપ ઓપ્ટીકલ ઉપર વડોદરા.
આરોપીઓમાં અસ્લમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખનાનો અગાઉ વડોદરામાં ખુન, લુંટ-ધાડ, ચોરી, ખંડણી, આર્મ્સ, ઇંગ્લીશ દારૂ સહિતના કુલ ૫૧ જેટલા ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ સંચાલક અરૂણ પ્રકાશભાઇ ખારવાનાનો અગાઉ ચોરી, લુંટ-ધાડ, હદપાર ભંગના ચોત્રીસ જેટલા કેસોમાં પકડાયેલ છે.