વરસાદ અને વાવાઝોડાના પગલે ટેકાના ભાવથી મગફળીની ખરીદી મોકૂફ

New Update
વરસાદ અને વાવાઝોડાના પગલે ટેકાના ભાવથી મગફળીની ખરીદી મોકૂફ

કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાના પગલે

Advertisment

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. સરકારે 15 નવેમ્બર સુધી મુલતવી

રાખવાનો નિર્ણય લીધો છે. વરસાદમાં મગફળી પલળે નહીં તેને ધ્યાને લઈ નિર્ણય લેવાયો

છે. 15 નવેમ્બરથી એક

મહિનાનું ખરીદી માટેનું સમયપત્રક બનાવવામાં આવશે. જે દરમિયાન ટેકાના ભાવથી મગફળીની

ખરીદી કરવામાં આવશે.

સીએમ રૂપાણીએ જણાવ્યુ હતું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પણ

Advertisment

નુકસાન થયું છે તેનો સર્વે કરી સરકાર તમામને વળતર આપશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક

વિમા અંતર્ગત વિમા કંપનીઓ ખેડૂતોને પૂરુ વળતર આપે તે અંગે રાજ્ય સરકારે કેંદ્ર

સરકારમાં કરી રજૂઆત કરી છે.

મહા વાવાઝોડાના પગલે

કૃષિ વિભાગે ખેડૂતોને સૂચના આપી છે કે, તૈયાર પાકની કાપણી હાલમાં મુલત્વી રાખે, સાથે ખરીફ પાકને

હમણા પીયત ન કરવા સુચના આપી છે. કાપણી સહિત 20થી વધુ સુચનોની યાદી જાહેર કરી છે.

Advertisment

સમસ્યાના ઉકેલ ખેતીવાડી અધિકારીના સંપર્ક માટે સુચન કર્યું છે.

Advertisment