/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/4r53RpSo.jpg)
વલસાડ જિલ્લામાં વરસાદને લીધે વાહકજન્ય રોગોમાં ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરીયાના કેસો વધવાની સંભાવના રહેતી હોય છે. જિલ્લામાં ગત વર્ષે ડેન્ગ્યુના ૨૮ અને મેલેરીયાના ૭૦ કેસો નોîધાયા હતા. જ્યારે આ વર્ષે અોગસ્ટ-૧૯ સુધીમાં ડેન્ગ્યુના ૨૨ અને મેલેરીયાના ૩૪ કેસો નોîધાયા છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલભાઇ પટેલની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી માટે આરોગ્ય કર્મચારીઅો અને આશાબહેનો દ્વારા શહેરના સ્લમ વિસ્તારો ખાસ કરીને અબ્રામા, પારડી, વલસાડ, શહીદચોક વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિસ્થાન નાબૂદ કરવા માટે ઍન્ટીલાર્વલ કામગીરી સઘન ઝુંબેશ રૂપે શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭ જેટલી ટીમો બનાવી ૧૫૯૯૭ વસતિને આવરી લેતા ૩૨૬૮ ઘરોમાં અંદર અને બહાર તપાસ કરવામાં આવી હતી. જેમાં જરૂર મુજબ પીપોમાં ટોમીફોસ ૩૮૩, બી.ટી.આઇ. કામગીરી, ગંદી ગટરો અને નાળા તેમજ ડ્રેનેજમાં મળી કુલ ૯૨ સ્થળો તથા ૩૧૫ પાણીના ભરાયેલા કાયમી જળસ્ત્રોતોમાં ગપ્પી ફીશ મૂકવાની કામગીરી કરવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલે પ્રા.આ.કેન્દ્ર ગોરગામ હેઠળના તીઘરા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બિનઉપયોગી કુવામાં ગપ્પીફીશ મૂકવાની કામગીરી સાથે ત્યાંના રહીશોને મચ્છરથી બચવા પાણીનો સંગ્રહ દર બીજા દિવસે ખાલી કરવા અથવા હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા અથવા સ્વચ્છ કપડાંથી પાણી ભરેલા પાત્રોને ઢાંકી રાખવા જણાવ્યું હતું. ગપ્પી ફીશ મચ્છરોના લાર્વા ખાઇ જતી હોવાથી કાયમી પાણી ભરેલા જળસ્ત્રોતો માટે તે ખૂબ જ ફાયદાકારક છે, તેવી લોકોને સમજણ આપી હતી. ઘરમાં કોઇ પણ વ્યક્તિને તાવ આવે તો તુર્ત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇ લોહીના બે ટીપાં આપી મેલેરીયાની તપાસ કરાવી પૂર્ણ સારવાર લેવા અનુરોધ કર્યો હતો. દિવસ દરમિયાન આખી બાંયના કપડાં પહેરી રાખવા તેમજ રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત વાહકજન્ય રોગ વિશે જાગૃતિ લાવવા માટે હાઇરિસ્ક વિસ્તારોની સાથે અર્બન વિસ્તારોમાં, ઍપાર્ટમેન્ટમાં ૧૯૮૭ સ્ટીકર્સ, ૨૭૩ બેનર્સ લગાવવાની સાથે માઇક દ્વારા જાહેરાત કરી રોગ અટકાયત અને નિયંત્રણ માટેના પ્રચાર અને પ્રસાર આઇ.ઇ.સી. કામગીરી કરવામાં આવી રહી છે.આ કામગીરી પારડી, વાપી, ઉમરગામના શહેરી વિસ્તારોમાં પણ મેલેરીયા ટેકનીકલ સુપરવાઇઝરના ચુસ્ત મોનીટરિંગ હેઠળ કરવામાં આવી રહી છે.