વાગરા : ડેન્ગ્યુની બિમારી સામે રક્ષણ આપવા ઉકાળાનું વિતરણ

New Update
વાગરા : ડેન્ગ્યુની બિમારી સામે રક્ષણ આપવા ઉકાળાનું વિતરણ

વાગરા તાલુકાના સમસ્ત સમાજના યુવાનો અને ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના સહયોગથી આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મચ્છરજન્ય રોગો સામે રોગપ્રતિકારક શક્તિમાં વધારો તેમજ રોગો સામે રક્ષણ હેતુ વાગરા ડેપો સર્કલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વાગરા નગર સહિત આસપાસ ના ગામોના સેંકડો લોકોએ ઉકાળાનું સેવન કર્યું હતુ. એક તરફ રોગચારાની ચપેટમાં લોકો આવી રહ્યા છે.તેવા સમયે આરોગ્ય ખાતાએ પણ સર્તક રહી લોકોના આરોગ્યને લઈ ગંભીર બનવુ પડશે.