વાલ્મિકી સમાજના જાતિ વિષયક આપત્તિજનક શબ્દનું ઉચ્ચારણ કરતા સોનાક્ષી સિન્હાનો કરાયો વિરોધ

New Update
વાલ્મિકી સમાજના જાતિ વિષયક આપત્તિજનક શબ્દનું ઉચ્ચારણ કરતા સોનાક્ષી સિન્હાનો કરાયો વિરોધ

બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ વાલ્મિકી સમાજ અંગે જાતિ વિષયક આપત્તિજનક શબ્દનો પ્રયોગ કરતા, ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, અરવલ્લી જિલ્લાના માલપુરમાં સોનાક્ષી સિન્હાના પુતળાનું દહન પણ કરાયું હતું.

અરવલ્લી જિલ્લા વાલ્મિકી સમાજે બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો ભારે વિરોધ કરી માલપુરમાં પુતળાનું દહન કર્યું હતું. વાલ્મિકી સમાજના આગેવાનાના જણાવ્યા મુજબ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને સિદ્વાર્થ કાને અનુ.જાતિ વિષે એક ઇનટરવ્યુ જાતિ વિષયક આપત્તિજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું. જાતિ વિષયક શબ્દોના આપત્તિજનક શબ્દોથી જિલ્લાના લોકોમાં ધેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આ ઇન્ટરવ્યુ સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઇને વાલ્મિકી સમાજના લોકોએ ઠેર ઠેર વિરોધ નોધાવ્યો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં અનુસુચિત જાતિના લોકોએ સોનાક્ષા સિન્હા અને સિદ્વાર્થના પુતાળા દહન કરી વિરોધા નોંધાવ્યો હતો. ત્યારબાદ આ અંગે મામલતદારને આવેદન આપી આ બંન્ને ફિલ્મ કલાકારો સામે પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર નોંધવા વિનંતી પણ કરી હતી.

Read the Next Article

નશાકારક દવાના દુરુપયોગ-ગેરકાયદે વેચાણને નાથવા રાજ્યના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા સર્ચ…

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના

New Update
MixCollage-09-Jul-2025-08-36-PM-6592

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણપ્રતિબંધિત દવાઓનો જથ્થોનિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જલોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓકોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

જોકેખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છેતેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એમીડોપાયરિનફેનાસેટિનનિયાલામાઇડક્લોરામ્ફેનિકોલફેનીલેફ્રાઇનફ્યુરાઝોલિડોનઓક્સિફેનબુટાઝોન તેમજ મેટ્રોનીડાઝોલનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએઅને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એકNDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોર્સનવસારીમાં 184જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોરપંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરાયું હતુંઅને આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.