/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/unnamed-8-6.jpg)
બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલનની ફિલ્મ 'કહાની 2: દુર્ગારાની સિંહ'નું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યુ છે. કહાની 2નું આ ટ્રેલર ખૂબ જ ધમાકેદાર અને સસ્પેન્સ થી ભરપૂર છે.
ટ્રેલરમાં વિદ્યા બાલનનું પાત્ર અને તેમનો અભિનય જબરદસ્ત દેખાય છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન એક માતાનો રોલ નિભાવી રહી છે. જે પોતાની દીકરીને બચાવવા માટે અંત સુધી ઝઝૂમે છે. અર્જુન રામપાલ આ ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ ભજવી રહ્યા છે.
ફિલ્મના ટ્રેલરમાં વિદ્યા બાલન પર એક અજાણ્યો ફોન આવે છે. જેમાં જણાવવામાં આવે છે કે જો તે પોતાની દીકરીને જીવતી જોવા માંગતી હોય તો જે એડ્રેસ કહેવામાં આવે તેના પર પહોંચી જાય. પરંતુ વિદ્યા બાલનને રસ્તામાં જ અકસ્માત થતાં તે કોમામાં જતી રહે છે.
પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવતો અર્જુન રામપાલ વિદ્યાના ઘરે પહોંચે છે. જ્યાં તેના હાથમાં એક ડાયરી આવે છે. આ ડાયરી પર આગળની કહાની આગળ વધે છે. જોકે, ફિલ્મના ટ્રેલર પરથી જણાઇ આવે છે કે કહાની કરતા પણ આ ફિલ્મ વધુ રોમાંચક છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કહાની ફિલ્મમાં વિદ્યા બાલનના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા.