New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/SLB-Deepika.jpg)
સંજયલીલા ભણશાલી ફરી એક વાર દીપિકા પદુકોણને ડિરેકટ કરશે. રામ લીલા, બાજીરાવ મસ્તાની અને પદમાવતમાં ફિલ્મને પરદે જાદુ વિખેર્યા પછી આ જોડી પીરિયડ ડ્રામા નહીં પરંતુ કોમેડી પર હાથ અજમાવશે.
અગાઉ આ ભૂમિકા માટે પ્રિયંકા અથવા કોઈ નવોદિતનો વિચાર થયો હતો. જે હવે પડતો મૂકી દીપિકાનું નામ ફાઈનલ થયું છે. જો કે આમાં હીરોના નામ અંગે હજી સુધી નિર્ણય નથી લેવાયો. ભણશાળીને દીપિકા સાથે કામ કરવું ગમે છે. તેની પાસેથી કામ કઢાવવાની ભણશાલીને ફાવટ છે. સંજય ભણશાલીને લોટરી લાગી હોય તેવી કોમેડી સ્ક્રીપ્ટ મળી છે. તેના પર કામ ચાલુ થઈ ગયું છે. તારીખો, મહનેતાણુ ઈત્યાદિ બાબતો અંગેની વાટાઘાટો પડી ન ભાંગે તો દીપિકા-સંજયની જોડી ફરી સાથે કામ કરશે. લાંબા સમય પછી દીપિકા કોમેડી જોનરમાં કામ કરતી દેખાશે.